હે જગ જનની | હે જગ જનની હે જગદંબા | HE JAG JANANI | HE JAG JANANI HE JAGADAMBA


હે જગ જનની | હે જગ જનની હે જગદંબા
(HE JAG JANANI | HE JAG JANANI HE JAGADAMBA)




હે જગ જનનીની હે જગદંબા,
માત ભવાની શક્તિ દેજે
આદ્યશક્તિ માં આદી અનાદી,
અરજ અંબા ઉરમાં ધરજે
હે જગ જનની

HE JAG JANANI HE JAGADAMBA,
MAAT BHAVANI SHAKTI DE JE
AADHYASHAKTI MA AADI ANADI,
ARAJ AMBA URMA DHARJE
HE JAG JANANI


હોઈ ભલે દુખ મેરુ સરીખા,
રંજ એનો ના થવા દેજે
રાજ સરીખું દુખ જોઈ બીજાનું,
રોવાનો બે આંસુ દેજે
હે જગ જનની

HOI BHALE DUKH MERU SARIKHA,
RANJ ANO NA THAVA DEJE
RAJ SHARIKHU DUKH JOI BIJANU,
ROVANO BE AANSU DEJE
HE JAG JANANI


કોઈના તીરનું નિશાન બનીને,
દિલ મારું વીંધવા દેજે
ઘા સહી લઉં, ઘ કરું નહિ કોઈને,
ઘાયલ થાય પડી રહેવા દેજે
હે જગ જનની

KOI NA TIRNU NISHAN BANINE,
DIL MARU TU VINDHAVA DEJE
GAAH SAHI LAU, GAAH KARU NAHI KOINE,
GHAYAL THAY PADI RAHEVA DEJE
HE JAG JANANI


આત્મા કોઈનો આનંદ પામે તો ,
ભલે સંતાપી લે મુજ આતમને
આનંદ એનો અખંડ રહેજો,
કંટક દે મને એને પુષ્પો દેજે
હે જગ જનની

AATMA KOINO AANAND PAME TO ,
BHALE SANTAPI LE MUJ AATAMNE
AANAND ANO AKHAND RAHEJO,
KANTAK DE MANE ANE PUSHPO DEJE
HE JAG JANANI


ધૂપ બનું હું સુગંધ તું લેજે,
રાખ બની માં ઉડી જવા દેજે
બળું ભલે હું બાળ નહિ કોઈને,
જીવન મારું સુગંધિત કરજે
હે જગ જનની

DHOOP BANU HU SUGHANDH TU LEJE,
RAKH BANI MAA UDI JAVA DEJE
BALU BHALE HU BALU NAHI KOINE,
JEEVAN MARU SUGHANDHIT KARJE
HE JAG JANANI


અમૃત મળે કે ના મળે મુજને,
આશિષ અમૃત તું તે દેજે
ઝેર જીવનના પી હું જાણું,
પચાવાની માં તું શક્તિ દેજે
હે જગ જનની

AMRUT MALE KE NA MALE MUJNE,
AASHISH AMRUT TU TE DEJE
ZER JAGATNA PI HU JANU
PACHAVANI MAA TU SHAKTI DEJE
HE JAG JANANI


શક્તિ દે માં, ભક્તિ દે માં,
આ દુનિયા ના દુખ સહેવા દેજે
'શાંતિ દુર્લભ' તારે ચરણે માં
હે માં મને તું શરણે લેજે
હે જગ જનની

SHAKTI DE MAA, BHAKTI DE MAA,
AA DUNIYA NA DUKH SAHEVA DEJE,
'SANTI DURLABH' TARE CHARNE MA
HE MA MANE TU SHARNE LEJE
HE JAG JANANI


Post a Comment

0 Comments