હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે | | HE MARI MAHISAGAR NE AARE DHOL VAGE SE

 


હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

વાગે સે, ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે


ગામ ગામનાં સોનીડા આવે સે

એ આવે સે, હુ લાવે સે

મારા માની નથણીયું લાવે સે

મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે


ગામ ગામનાં સુથારી આવે સે

એ આવે સે, હુ લાવે સે

મારી માનો બાજોઠીયો લાવે સે

મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે


ગામ ગામનાં દોશીડા આવે સે

એ આવે સે, હુ લાવે સે

મારી માની ચુંદડીયો લાવે સે

મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે


હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

વાગે સે, ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

Post a Comment

0 Comments